VIDEO: રાજકોટ સહિત દેશભરમાં નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો ધરખમ ઘટાડો
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ઇંધણ ર

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ઇંધણ રિટેલર કંપની 'નાયરા એનર્જી' દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જાહેર કરાતાં ગ્રાહકોમાં ભારે આનંદની લાગણી છવાઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો ઘટવાને પગલે કંપનીએ દેશભરના પોતાના 7,000 થી વધુ પંપ પર પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. 5 અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ. 3 નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. રાજકોટના સ્થાનિક ગ્રાહકો વિશુ જોશી, ભાગીરથ બાવરિયા અને ધ્રુવી પટેલે પ્રતિક્રિયા આપતા આ કંપનીના નિર્ણયને વધાવી લીધો છે અને જણાવ્યું છે કે આ ઘટાડાથી સામાન્ય જનતા અને વાહનચાલકોને મોંઘવારીના સમયમાં ખૂબ મોટી રાહત મળશે.




