રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન વિવાદમાં કોંગ્રેસ આક્રમક, મનપા કચેરીએ રમકડાંની બિલાડી બતાવી કર્યો
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા VIP ડિમોલિશન મામલે હવે કોંગ્રેસ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા VIP ડિમોલિશન મામલે હવે કોંગ્રેસ ખુલ્લેઆમ મેદાનમાં ઉતરી છે. શહેર કોંગ્રેસ દ્વારા મનપાની વેસ્ટ ઝોન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ દરમિયાન કોંગી આગેવાનોએ “ભાજપ હાય હાય” અને “કમિશ્નરની બદલી કરો” જેવા સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો સીટના અધ્યક્ષ અને મનપાના ડેપ્યુટી કમિશ્નર સી.કે. નંદાણીની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધના પ્રતીકરૂપે કોંગ્રેસે રમકડાંની બિલાડી દર્શાવીને જણાવ્યું કે આ સીટની રચના “બિલાડીને દૂધના રખોપાં સોંપવા” જેવી છે. સાથે જ સમગ્ર મામલાની તપાસ માટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સ્વતંત્ર સીટ રચવાની માંગ પણ કરવામાં આવી છે.




