મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની નર્મદ યુનિવર્સિટીમાં બેફામ બન્યા નબીરા, કારના બોનેટ પર બેસી કર્યા જોખમી સ્ટંટ

સુરતના રસ્તાઓ પર નબીરાઓ પોતાનો વટ પાડવા માટે વાહનો પર બ

સુરતની નર્મદ યુનિવર્સિટીમાં બેફામ બન્યા નબીરા, કારના બોનેટ પર બેસી કર્યા જોખમી સ્ટંટ

સુરતના રસ્તાઓ પર નબીરાઓ પોતાનો વટ પાડવા માટે વાહનો પર બેસીને છાસવારે સ્ટંટ કરતાં જોવા મળી રહ્યાં છે. ત્યારે હવે યુનિવર્સિટીમાં પણ નબીરાઓ બેફામ બન્યા હોય તે રીતે જીવને જોખમમાં મૂકીને સ્ટંટ કરતાં જોવા મળી રહ્યાં છે. યુનિવર્સિટીના ગેટ પર મૂકાયેલા સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થઈ જતાં નબીરાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

સિક્યુરિટીના ધજાગરા ઉડ્યા

બેફામ બનેલા નબીરા યુનિવર્સિટી કેમ્પસમાં પૂરપાટ ઝડપે કાર દોડાવી જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા હતાં. સ્ટંટ કરનાર યુવકે યુનિવર્સિટી કેમ્પસ માં જતાં યુવાનને ટક્કર મારી હતી. નિયમો અને સિક્યુરિટીના ઘજાગરા ઉડાવતા નબીરાઓ કેમેરામાં કેદ થયા હતાં. કારનાં બોનટ પર બેસી રોડ પર સ્ટંટ કરીને લોકોનાં જીવ જોખમે નાખતા યુવાઓના સીસીટીવી વિડિયો સામે આવ્યા છે.

વીડિયો જૂનો હોવાનું અનુમાન

કાર ચાલક યુનિવર્સિટીના લો સ્ટુડન્ટ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ મામલે કુલપતિ કડક પગલાં લેશે કેમ? તેવા સવાલો ઉભા થયા છે. જો કે, આ વિડિયો એક વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સાથે જ આ નબીરાની સાથે સિક્યુરિટી પણ મળેલી હોય તે રીતે તે નબીરાની સામે હાથ હલાવતો જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો