મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

KUTCH / સગીરા અને યુવકના કોહવાયેલા મૃતદેહ મળ્યાં, વાગડમાં અપહરણ વિથ મર્ડરની ઘટનામાં નવો વળાંક

Kutch News : કચ્છના વાગડમાં અપહરણ વિથ મર્ડરની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. માતાને મોતને ઘાત ઉતારી સગીર યુવ

KUTCH / સગીરા અને યુવકના કોહવાયેલા મૃતદેહ મળ્યાં, વાગડમાં અપહરણ વિથ મર્ડરની ઘટનામાં નવો વળાંક

Kutch News : કચ્છના વાગડમાં અપહરણ વિથ મર્ડરની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. માતાને મોતને ઘાત ઉતારી સગીર યુવતીનું અપહરણ કરનાર આરોપી અને સગીર યુવતી બંનેના કોહવાયેલી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યાં છે. બંનેના મૃતદેહ એક ઝાડ પર લટકેલા મળી આવ્યાં છે. 

કચ્છ જિલ્લાના વાગડ પંથકમાં ચાર દિવસ અગાઉ રાપરનાં ફતેહગઢ નજીક સુજાવાંઢમાં બનાવ બન્યો હતો, જેમાં  સાંજના સમયે માતા સગીર પુત્રી સાથે પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન એક યુવકે આ આધેડ મહિલા પર 4 થી 5 તીક્ષણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. 

મહિલાની હત્યા કર્યા બાદ આ યુવક મહિલા સાથે રહેલી સગીરાનું અપહરણ કરી ગયો હતો. આજે આ આરોપી યુવક અને સગીરા બંનેના કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો