પાદરામાં લવ જેહાદનો મામલો: મુસલમાન યુવાન સગીરાને લલચાવીને ભગાડી ગયો, 24 કલાકમાં પોલીસે આરોપીને દબોચ્યો
ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. આ ઘટના

ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં મુસલમાન શખ્સ સગીરાને ભગાડીને લઈ ગયો હતો. મળતા અહેવાલ પ્રમાણે ઈરફાનશા અયુબશા દીવાન નામના આરોપીએ પહેલા સગીરા સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ ધીમે ધીમે સગીરાને ફોસલાવાનું શરૂ કર્યું હતું. સગીરા આરોપીની વાતોમાં આવીને ભાગી ગઈ હતી.
24 કલાકમાં આરોપી ઝડપાયો
પરિવારે મામલાની ગંભીરતા જોતા તુંરત જ પાદરા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ફક્ત 24 કલાકમાં સગીરાને શોધીને આરોપી યુવાનને ઝડપી પાડ્યો હતો. આમ માસૂમની જીંદગી બચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાંથી ઘણી વખત લવ જેહાદના કિસ્સાઓ સતત સામે આવતા રહેતા હોય છે.




