મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં લવ જેહાદની ઘટના, પતિને જેલવાસ થતા મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી પરિણીતાને ફસાવી

સુરતમાં રોજે રોજ લવ જેહાદના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. સચિન વિસ્તારમાં કિશોરીને હિન્દુ નામ ધારણ

સુરતમાં લવ જેહાદની ઘટના, પતિને જેલવાસ થતા મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી પરિણીતાને ફસાવી

સુરતમાં રોજે રોજ લવ જેહાદના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. સચિન વિસ્તારમાં કિશોરીને હિન્દુ નામ ધારણ કરી યુવકે ફસાવ્યાની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં જ રાંદેર વિસ્તારમાં એક પરિણીતાને મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરીને ફસાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર કેસમાં ગુનો નોંધીને આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પતિ હત્યા કેસમાં જેલમાં

પતિ હત્યાના કેસમાં જેલમાં ગયો અને સુરત સ્થિત અડાજણ ની પરણિતા સાથે રાંદેર ટાઉનના ફૈઝાન શૈખ દ્વારા લવજેહાદનો શિકાર બનાવવામાં આવી હતી. યુવકે પોતાની ઓળખ છુપાવી મહિલા સાથે છેતરપિંડી અને બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાંદેર વિસ્તારમાં રહેતી પરિણીતાને ફૈઝાન હનીફ શેખ નામના યુવકે હિન્દુ તરીકે ઓળખ આપી મિત્રતા વધારી હતી. તેને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા અને બળાત્કાર ગુજાર્યો હતો.

લગ્ન માટે દબાણ થતાં મામલો સામે આવ્યો

પરિણીતાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે યુવકે ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પરિણીતા જ્યારે તેના ઘરે ગઈ ત્યારે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. જેથી, પરિણીતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ પરિણીતાનો પતિ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસમાં જેલમાં છે. આ તકનો લાભ ઉઠાવી ફૈઝાને પરિણીતા સાથે મિત્રતા વધારી હતી. ફૈઝાન શેખે પોતાની ઓળખ છુપાવી અન્ય નામ ધારણ કર્યું અને તેણી સાથે નજીકતા વધારી હતી. પ્રારંભમાં ફૈઝાન મિત્રતા અને લાગણીભરી વાતો કરતો હતો. બાદમાં તેણે લગ્નના વચન આપીને પરિણીતા વિશ્વાસઘાત કર્યો અને બળાત્કાર ગુજાર્યો હતો.

આ સમાચાર શેર કરો