પંચમહાલમાં પરિણીતાનો હત્યા કરેલ મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરું
ગુજરાતમાં જાણે હત્યાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. તેમ પંચમહાલમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પંચમહાલ

ગુજરાતમાં જાણે હત્યાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. તેમ પંચમહાલમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ડુમેલાવ ગામના જંગલમાંથી પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો છે. ગોધરા તાલુકાના કુંડલા ગામની પરિણીતાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે, રંજનબેન કેવળભાઈ પટેલ નામની આશરે ૩૦ વર્ષની પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો છે.
મૃતદેહ મળી આવતા પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં શહેરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ખુલ્લી જગ્યામાં મૃતદેહ મળી આવતા ગામના લોકોના ટોળાં એકઠા થયા હતા. પોલીસ દ્વારા એફ.એસ.એલ.ની મદદ લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ હ્યુમન સોર્સિસ અને ઇન્ટેલિજન્સ દ્વારા પણ આરોપીને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.




