મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા: કોઠીગામમાં ધોળા દિવસે ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું

થરાદના કોઠીગામમાં ધોળા દિવસે ભત્રીજાએ છરીના ઘા ઝીંકી કાકાની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પો

બનાસકાંઠા: કોઠીગામમાં ધોળા દિવસે ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું

થરાદના કોઠીગામમાં ધોળા દિવસે ભત્રીજાએ છરીના ઘા ઝીંકી કાકાની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.  આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના થરાદના કોઠીગામના ચોકમાં ગુરૂવારે ભત્રીજાએ પહેલા ગાડીની ટક્કર મારી હતી. જે બાદ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કાકાનું ઢીમ ઢાળી દીધું.

ગામના ચોરે બેઠેલા હાજીખાન લાલખાન મલેકના ભત્રીજા દિલીપખાન મલેકે સગાઇ કરાવવા જેવી બાબતે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

પોલીસે ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી 

બીજી તરફ આ બનાવની જાણ થતા થરાદ પોલીસ  ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધો છે.  પોલીસે ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો