સાણંદમાં રીક્ષા મુકવા જેવી નજીવી બાબતે હત્યા, 10 દિવસમાં જ હત્યાની બીજી ઘટનાથી ચકચાર
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં છેલ્લા દસ દિવસમાં હત્યાના બે બનાવ સામે આવ્યા છે. સાણંદના મોડાસ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં છેલ્લા દસ દિવસમાં હત્યાના બે બનાવ સામે આવ્યા છે. સાણંદના મોડાસર ગામે રીક્ષા મુકવા બાબતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે લાકડીઓ અને છરીઓ વડે ભારે ધીંગાણું ખેલાયું હતું. જેમાં આધેડ ઝિલુભાઈ ચીકાભાઈ રાવળ ઉપર છરી વડે હુમલો થતાં આધેડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ માથાકુટમાં અન્ય બે લોકોને પણ છરી વાગતા બાવળાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકના મૃતદેહને બાવળા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો.બાવળા સરકારી હોસ્પિટલ કોઈ રંગમંચનો ભાગ બન્યું હોય તેમ મૃતકના સગાઓ ટોળામાં જોવા માટે ઉમટી પડ્યા હતા.
સાણંદ ડિવિઝનમાં છેલ્લા 15 દિવસમાં હત્યાના બનાવો બનતા કાયદો વ્યવસ્થા કથળી.
થોડાં દિવસ પહેલાં જ બોપલમાં એક વિદ્યાર્થીની હત્યા થઈ હતી તેમજ મનીપુરના ગરોડિયાની સીમામાં થલતેજના એન આર આઈ જમીન દલાલ ની હત્યા થઈ હતી. ટુંકા ગાળામાં વધતી હત્યાની ઘટનાઓથી નગરવાસીઓ ચિંતિત છે અને સરકારની કથળતી કાયદા વ્યવસ્થા સામે સવાલ કરી રહ્યા છે.






