મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : ઝઘડામાં ઈજાગ્રસ્ત મિત્રની મદદ કરનાર નિર્દોષ યુવકની કરપીણ હત્યા, બે આરોપીની ધરપકડ

Ahmedabad News : અમદાવાદમાં અનૈતિક સંબંધના પ્રકરણમાં એક યુવક પર અમુક લોકોએ હુમલો કર્યો હતો. આ ઈજા

AHMEDABAD : ઝઘડામાં ઈજાગ્રસ્ત મિત્રની મદદ કરનાર નિર્દોષ યુવકની કરપીણ હત્યા, બે આરોપીની ધરપકડ

Ahmedabad News : અમદાવાદમાં અનૈતિક સંબંધના પ્રકરણમાં એક યુવક પર અમુક લોકોએ હુમલો કર્યો હતો. આ ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ લઇ જવામાં તેની મદદ કરનારા નિર્દોષ યુવકની હુમલો કરનાર મુખ્ય આરોપીની કરપીણ હત્યા કરી નાખી છે. 

અનૈતિક સંબંધના પ્રકરણમાં યુવક પર જીવલેણ હુમલો, ઈજાગ્રસ્તના બે મિત્રો હોસ્પિટલ લઈ ગયા

મેઘાણીનગર વિસ્તારમાં રહેતા આકાશ પટ્ટણીને મનીષ પટ્ટણીની પત્ની રેખા સાથે અનૈતિક સંબંધો હતા, જેની જાણ મનીષને થતા તેના કુટુંબીજનો સાથે આકાશના ઘરે ચંદનનગર પહોંચ્યો હતો, જ્યાં આકાશ પટ્ટણી પર આ તમામ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન આકાશના બે મિત્રો મુકેશ પટ્ટણી અને રાહુલ પટ્ટણી ત્યાંથી પસાર થતા તેમણે ઈજાગ્રસ્ત આકાશની મદદ કરી હોસ્પિટલ લઈ ગયા હતા. 

ઈજાગ્રસ્તની મદદ કરનાર બે મિત્રો પર હુમલો, એકનું મોત 

આ દરમિયાન મનીષ અને તેના કુટુંબીજનો હોસ્પિટલ પહોંચી ગયા હતા, જ્યાં આકાશની મદદ કરનાર તેના બે મિત્રો મુકેશ પટ્ટણી અને રાહુલ પટ્ટણીની હત્યા કરવા તેમના પર છરાથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં મુકેશ પટ્ટણીનું મોત થઇ ગયું, જયારે રાહુલ અન્ય મિત્રો સાથે કારમાં ત્યાંથી બચીને ભાગી જવામાં સફળ થયો હતો.

બે આરોપીઓની ધરપકડ, બે વોન્ટેડ જાહેર

આ ઘટના અંગે રાહુલ પટ્ટણીની ફરિયાદ આધારે શાહીબાગ પોલીસે  પોલીસે બે આરોપી ધરપકડ કરી અન્ય બે વોન્ટેડ આરોપી નાનું ઉર્ફે શેરવાલો અને અજય ઉર્ફે તલ્લીને પકડવાની તજવીજ હાથ ધરી છે. મુકેશની હત્યામાં અન્ય કોઈ કારણ છે કે કેમ તેને લઈ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો