મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આણંદ: ચિખોદરામાં ક્રિકેટ મેચ જોવા આવેલા યુવકની હત્યા, બાઈક અથડાવા જેવી બાબતમાં થઈ હતી માથાકૂટ 

ચિખોદરા ગામે યોજાયેલી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ જોવા આવેલા પ્રેક્ષકોના બે જૂથો વચ્ચે કોઈ બાબતે બબાલ થઈ

આણંદ: ચિખોદરામાં ક્રિકેટ મેચ જોવા આવેલા યુવકની હત્યા, બાઈક અથડાવા જેવી બાબતમાં થઈ હતી માથાકૂટ 

ચિખોદરા ગામે યોજાયેલી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ જોવા આવેલા પ્રેક્ષકોના બે જૂથો વચ્ચે કોઈ બાબતે બબાલ થઈ હતી. જોકે, બાદમાં મામલો ઉગ્ર બનતા એક જૂથે અન્ય જૂથ પર ચપ્પાં વડે હુમલો કર્યો હતો. જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બીજી તરફ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ જોવા આવેલા બે જૂથ બાખડ્યા

પ્રાપ્ત માહિતી પ્રમાણે આણંદ જિલ્લા ચિખોદરા ગામે ગત રાત્રિએ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાઈ હતી. જેમાં મેચ જોવા આવેલા પ્રેક્ષકોના બે જૂથો વચ્ચે  બાઈક અથડાવા જેવી નજીવી બાબતે માથાકૂટ થઈ હતી. પરંતુ બાદમાં મામલો વધુ ઉગ્ર બનતા મારામારી થઈ હતી. જેમાં સલમાન વોરા નામના યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. પરિણામે ઈજાગ્રસ્ત યુવકને 108ની મદદથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન સલમાનનું મોત નીપજ્યું હતું.

પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. આણંદ રૂરલ પોલીસે આ મુદ્દે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો