મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નાંદોદમાં આડાસંબંધની આશંકાએ થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, ઘરે મૂકવા જવાના નામે ઉતાર્યો હતો મોતને ઘાટ

નાંદોદ તાલુકાના ગુવાર લાછરસ ગામે થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમ સબંધની શંકાએ ધારિયા

નાંદોદમાં આડાસંબંધની આશંકાએ થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, ઘરે મૂકવા જવાના નામે ઉતાર્યો હતો મોતને ઘાટ

નાંદોદ તાલુકાના ગુવાર લાછરસ ગામે થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમ સબંધની શંકાએ ધારિયાના ઘા મારી હત્યા કરી હત્યાનો કોઈ સુરાગ મળતો નહોતો. જો કે, રાજપીપળા  ટાઉન પોલીસે મળી આરોપીને ઝડપી પાડયા છે. આ હત્યાનો ભેદ ઉકેલવામાં સીસીટીવીની મહત્વની ભૂમિકા સામે આવી હતી. 

વાળ કટીંગ કરાવવા જતા હત્યા

ગુવાર ગામેં રહેતા ભીખા મના તડવીના 30 વર્ષીય પુત્ર મિતેશ તડવી ગત 9 જુલાઈ 24 ના રોજ ઘરેથી સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં લાછરસ ગામે વાળ કટીંગ કરાવવા માટે ગયેલ અને ત્યારબાદ મોડી રાત સુધી પોતાના ઘરે પહોંચ્યા નહોતા. જેથી રાત્રીના તેમના ઘરના સભ્યો દ્વારા શોધખોળ કરતા કોઈ પત્તો જડ્યો નહિ અને જોકે બીજે દિવસે 10 જુલાઈના રોજ લાછરસ ગામથી ગુવાર ગામ તરફ જવાના રસ્તાની બાજુમાં મિતેશની હત્યા કરાયેલ હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ મૃતક મિતેષની માતા સુમિત્રા ભીખા તડવી દ્વારા રાજપીપલા પોલિસ સ્ટેશનમાં હત્યાનો ગુનો અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધી પોલીસે તપાસ ચાલુ કરી હતી.

કોલ ડિટેઈલના આધારે તપાસ

જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી ASP લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા રાજપીપળા પોલીસ ટીમ દ્વારા અનડીટેકટ મર્ડરના ગુનાના કામે લાગી ગયા હતા. લાછરસ તથા ગુવાર ગામ રોડ ઉપર આવેલ તમામ ફાર્મ હાઉસ ઉપર આવેલ સી.સી.ટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. તેમજ ગુન્હાવાળી જગ્યાના ટાવર ડમ્પ લઇ તથા શંકાસ્પદ ઇસમોની કોલ ડીટેલ્સ આધારે તપાસ કરવામાં આવેલ હતી. તેમજ લાછરસ, ગુવાર, તરસાલ,માંગરોળ, ટંકારી,થરી તથા કરાઠા ગામની સીમમાં રહેતા 100 થી વધુ શંકાસ્પદ ઇસમો તથા પરપ્રાંતીય મજુરોની સધન પુછપરછ કરવામાં આવી હતી. 

આડાસંબંધની શંકાએ હત્યા

બાતમીના આધારે લાછરસના ઇશ્વરભાઇ ઉર્ફે ગુલો રમણ તડવી અને નયનેશ ગોપાલ તડવી તથા ડભોઇ થુવાવીની જ્યોત્સના ચન્દ્રકાંત તડવી જે હાલ લાછરસ રહે આ ત્રણની પૂછપરછ કરી ત્યારે લાછરસ ગામની જ્યોત્સનાબેન સાથે આરોપીના પ્રેમ સંબંધ હોય મરણ જનાર મિતેષ તડવી પોતાના ઘરે આવી જ્યોત્સના સાથે બેસેલ જોઈ તેની સાથે પણ આડા સંબંધની શંકાએ આરોપી ઇશ્વર ઉર્ફે ગુલાને શંકાએ પોતાના ઘરે બોલાવી ઘરેથી મિતેષને તેના ઘરે ગુવાર ગામે મુકવા જવાનું બહાનુ બનાવી મિત્ર સાથે ભેગો થઇને રસ્તામાં ધારિયાના ઘા મારી મોતને ઘાટ ઉતારી ભાગી ગયો હતો. હાલ તો આરોપીઓને નર્મદા જિલ્લા પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો