લોકસભામાં સુરતના સાંસદે કરી માગ, દરિયા કિનારાના વિકાસ માટે ઉઠાવ્યો અવાજ
લોકસભામાં સુરતના સાંસદ મુકેશ દલાલે શહેરના દરિયાકિનારાના વિકાસ માટે સરકાર સમક્ષ માંગ ઉઠાવ

લોકસભામાં સુરતના સાંસદ મુકેશ દલાલે શહેરના દરિયાકિનારાના વિકાસ માટે સરકાર સમક્ષ માંગ ઉઠાવી છે. ગુજરાત દેશનો 1600 કિલોમીટર લંબાઈ ધરાવતો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. જેમાં સુરત નજીક હજીરા એક ઔદ્યોગિક હબ તરીકે વિકસિત થયું છે.
વિકાસ માટે અનુરોધ
સાંસદ દલાલએ હજીરા નહેરના વિકાસ માટે યોગ્ય ફંડ ફાળવવાની માગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, "આ પ્રોજેક્ટના નિર્માણથી મરીન ટ્રાન્સપોર્ટેશન, સ્થાનિક ઉદ્યોગો અને રોજગારીની તકોમાં વધારો થશે."તેમણે ઓલપાડ વિસ્તારમાં આવેલા દાંડી, ડભારી અને ડુમસ જેવા ત્રણ મહત્વના દરિયાકિનારાના વિકાસ માટે પણ અનુરોધ કર્યો.
પર્યટન ક્ષેત્રે તેજી આવશે
"આ વિસ્તારના વિકાસથી સ્થાનિક માછીમારોને લાભ મળશે અને પર્યટન ક્ષેત્રે તેજી આવશે," એમ દલાલએ જણાવ્યું.સુરતના દરિયાકિનારા માટે સંસદમાં ઉઠાવવામાં આવેલી આ માંગણીથી ઔદ્યોગિક તેમજ પર્યટન વિકાસ માટે નવી તકો સર્જાઈ શકે છે.








