સુરતમાં માતા બહાર ગઈ ને પરિચિત યુવક ઘરમાં ઘુસ્યો, બેડ પર ભરનિંદરમાં સૂતેલી બહેનો સાથે કરવા લાગ્યો આવું..
સુરતના રાંદેરમાં માતા આલુ પુરીના ધંધા અર્થે જતી વેળા ઘરનો દરવાજો બહારથી બંધ કર્યો ન હોવાની તકનો

સુરતના રાંદેરમાં માતા આલુ પુરીના ધંધા અર્થે જતી વેળા ઘરનો દરવાજો બહારથી બંધ કર્યો ન હોવાની તકનો લાભ લઈ પરિચિત યુવાન ઘરમાં ઘૂસી ગયો હતો. જેણે બેડરૂમમાં સૂતેલી સગીર સહિત બે બહેનની વચ્ચે અર્ધનગ્ન હાલતમાં સૂઈ જઈ શારીરિક અડપલા કરતા મામલો રાંદેર પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે પરિચિત નરાધમ યુવાનને અટકાયત કરી કાયદેસરને કાર્યવાહી હાથ ધરી છે.
માતાને ફોન કર્યો
રાંદેર ટાઉન વિસ્તારમાં રહેતી 44 વર્ષે મહિલા આલુપુરીના ધંધા સાથે સંકળાયેલી છે. મહિલા વહેલી સવારે 5:45 વાગ્યાના અરસામાં આલુપુરી બનાવવાના વર્કશોપ જવા નીકળે તે બે પુત્રી ઘરમાં સૂતેલી હતી. ઘરની ચાવી પોતાની સાથે આલુપુરી વેચવાનું કામ કરતી મહિલા પાસે હોવાથી દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. મહિલા અને તેનો સ્ટાફ વર્કશોપ ઉપર કામ કરી રહ્યા હતા. ત્યારે છ વાગ્યાના અરસામાં બે પૈકી કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષથી પુત્રીનો ફોન આવ્યો હતો. તેણીએ ડરતા ડરતા કહ્યું હતું કે, તમે જલ્દી ઘરે આવો.. જેથી મહિલા તેની સ્ટાફની મહિલા સાથે ઘરે દોડી ગઈ હતી.
અર્ધનગ્ન હાલતમાં વચ્ચે સૂતો હતો
ઘરે ધોરણ 9માં અભ્યાસ કરતી નાની પુત્રી રડતા રડતા તેની માતાને ભેટી પડી હતી. માતાએ આશ્વાસન આપ્યા બાદ પૂછ્યું અને કહ્યું કે, બંને બહેન બેડરૂમમાં સૂતેલી હતી. ત્યારે છાતી તથા ગળાના ભાગે હાથ ફેરવી શારીરિક અડપલાં કોઈ કરી રહ્યા હોવાનો આભાસ થયો હતો. જેથી તેની મોટી બહેનને કોણ છે? તેવું પૂછ્યું હતું. પરંતુ મોટી બહેને કોઈ નથી. તું સુઈ જા એવું કહ્યું હતું. પરંતુ નાની બહેને ફરી મોટી બહેનને જગાડી હતી. તેણીએ મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરતા પરિચિત સમીર ઉર્ફે રાખી ઉર્ફે સાહિદ સૈયદ માત્ર પેન્ટ પહેરીને બાજુમાં સૂતેલો હતો. જેથી બંને બહેને બૂમાબૂમ કરવાની સાથે તેની માતાને પણ ફોન કર્યો હતો. ત્યારે સમીરે કહ્યું તુમે ફોન કરને કી જરૂરત નહીં હૈ, મુજે તુમ્હારી મમ્મીને ભેજા હૈ. જો નીચે ખડી હૈ. ઉસીને મુજે ઉપર આને કો બોલાયા એમ કહી ઘરનો દરવાજો બહારથી બંધ કરી ભાગી ગયો હતો. ઘટના અંગે રાંદેર પોલીસે ફરિયાદ લઈ સમીર ઉર્ફે રાખીની અટકાયત કરી છે.








