BHARUCH : ABC સર્કલ પર ટેન્કર નીચે કચડાઈ જતા માતા-પુત્રીના ઘટનાસ્થળે મોત
Bharuch News : ભરૂચ શહેરમાં ABC સર્કલ નજીક એક મોપેડ ચાલક મહિલાને ટેન્કર

Bharuch News : ભરૂચ શહેરમાં ABC સર્કલ નજીક એક મોપેડ ચાલક મહિલાને ટેન્કર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ પર સવાર માતા અને પુત્રીના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
ટેન્કરના ટાયર નીચે કચડાયા માતા-પુત્રી
અંકલેશ્વર GIDCના દ્વારકેશપાર્કમાં રહેતા મધુબેન પટેલ પોતાની પુત્રી પ્રીશા પટેલને GNFC ખાતે સ્પર્ધામાં ભાગ લેવા માટે મોપેડ પર ગયા હતા. સ્પર્ધામાં ભાગ લીધા બાદ પોતાના ઘરે અંકલેશ્વર જતા સમયે ભરુચના ABC સર્કલ નજીક એક ટેન્કર ચાલકે તેમની ગાડી સાથે અકસ્માત કરતા બંને માતા-પુત્રી માર્ગ પર પટકાતા ટેન્કરના તોતીંગ ટાયર નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યાં હતા.
ઘટના બાદ ટેન્કર ચાલક ફરાર
ટેન્કર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર આસપાસના લોકો ઉમટી પડ્યા હતા અને રોડના બંને છેડે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ સી ડિવિઝન પોલીસમથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.






