Gujarat news: રાજ્યમાં એક કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના વ્યસની, કેન્સરના દર્દીઓમાં નોંધપાત્ર વધારો
ગુજરાતમાં તમાકુનો વપરાશ વધી રહ્યો છે. શહેરોથી માંડીને ગામડાઓ સુધી તમાકુનુ

ગુજરાતમાં તમાકુનો વપરાશ વધી રહ્યો છે. શહેરોથી માંડીને ગામડાઓ સુધી તમાકુનુ વ્યસન વકરી રહ્યુ છે. લોકસભામાં રજૂ થયેલાં એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના વ્યસની છે જે ચિંતાજનક છે. આનું કારણ એ છે કે, તમાકુના વધતાં વ્યસનને લીધે કેન્સરના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં તમાકુના બંધાણીઓની સંખ્યા વધુ
ગુજરાતમાં સરકાર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા લોકજાગૃતિના અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે છતાંય આજે તમાકુ, ગુટકા, બીડી, સિગારેટનું ચલણ વધ્યુ છે. ખાસ કરીને 15 વર્ષથી વધુ વયના યુવાઓ હવે તમાકુ-ગુટકાના બંધાણી બન્યાં છે. શાળા, કોલેજો અને યુનિવર્સિટીની આજુબાજુ જ તમાકુ-ગુટકાનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 25.1 ટકા લોકો તમાકુનો ઉપયોગ કરે છે. અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં તમાકુના બંધાણીઓની સંખ્યા વધુ છે.






