મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં સરેરાશ ૬૮ ટકાથી વધુ વરસાદ; ૭૬ ડેમ હાઈએલર્ટ પર, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

રાજ્યમાં ચોમાસાની સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિ

રાજ્યમાં સરેરાશ ૬૮ ટકાથી વધુ વરસાદ; ૭૬ ડેમ હાઈએલર્ટ પર, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન
રાજ્યમાં ચોમાસાની સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમમાંથી ૭૬ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૬ ડેમ એલર્ટ પર તેમજ ૨૨ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૭૬.૪૦ ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે.   દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૭૨ ટકા વરસાદ   ગુજરાતમાં અત્યારસુધીમાં સરેરાશ ૬૮.૯૧ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૨ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં ૭૧, કચ્છમાં ૭૦, પૂર્વ મધ્યમાં ૬૯ જ્યારે સૌરાષ્ટ્રમાં ૬૩ ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટના ધોરાજીમાં ૩ ઇંચથી વધુ, માળિયાહાટીનામાં ૨ ઇંચથી વધુ જ્યારે ડાંગના આહવા, અબડાસા, કામરેજ અને સુબીર તાલુકામાં ૨ ઇંચથી વધુ આ ઉપરાંત ૨૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગર દ્વારા જણાવાયું છે. 

સૌથી વધુ ૨૦ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૮૭ ટકાથી વધુ વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૦ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર, જ્યારે બીજા ક્રમમાં ૨.૭૩ લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા ક્રમમાં ૮.૪૩ લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે. ગુજરાતના માછીમારોને તા. ૧૮ થી ૨૧ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે. 

આ સમાચાર શેર કરો