કોલેજની ભૂલ ભોગવશે વિદ્યાર્થી, દક્ષિણ ગુજરાતના 500થી વધુ સ્ટુડન્ટ સનદની પરીક્ષા આપી શકશે નહી
દક્ષિણ ગુજરાતની અલગ અલગ લોકો કોલેજના 500 વિદ્યાર્થી સનદ માટેની પરીક્ષાથી વંચ

દક્ષિણ ગુજરાતની અલગ અલગ લોકો કોલેજના 500 વિદ્યાર્થી સનદ માટેની પરીક્ષાથી વંચિત રહેશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ નંબર ફાળવવામાં આવ્યા નથી. કોલેજોની ભૂલના કારણે હવે આ વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત રહેશે. કોલેજો દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઇન્ફેકશન ફી ન ભરતા વિદ્યાર્થી મુશ્કેલીમાં મૂકાયા છે.
પ્રોવિઝનલ નંબર આપવાની માગ
દક્ષિણ ગુજરાતની છ લો કોલેજના વિદ્યાર્થીઓ અટવાયા છે. આ કોલેજોમાં સુરતની વીંટી ચોકસી તેમજ સિદ્ધાર્થ લો કોલેજ, નવસારીની દિનશા દાબું લો કોલેજ, વલસાડની શાહ કે એમ લો કોલેજ, ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણનંદજી લો કોલેજના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં રહેશે. આ કોલેજોના 500 વિદ્યાર્થીઓ સનદ માટેની પરીક્ષા નહીં આપી શકે.મહત્વની વાત છે કે વિદ્યાર્થીઓએ કોલેજને 27500 ફી ભરી છે. વિદ્યાર્થીઓની રજૂઆત છે કે જ્યાં સુધી નિવેડો ન આવે ત્યાં સુધી તેમને પ્રોવિઝનલ નંબર આપી પરીક્ષા આપવા દેવામાં માગ કરવામાં આવી છે.
મંત્રીઓને રજૂઆત
સુરતના વિદ્યાર્થીઓએ દેશના ગૃહ મંત્રી અને રાજ્યના શિક્ષણ મંત્રીને રજુઆત કરી છે કે જ્યાં સુધી આ નીવેડો નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ નંબર આપી પરીક્ષા આપવા દેવાની માંગ કરવામાં આવી છે.








