મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: ઉટડી ગામના 50થી વધુ ખેડૂતો નકલી ખાતરનો બન્યા ભોગ, પાક બળી જતા જમીન બંજર બની

સુરેન્દ્રનગર જિલ્લાના ઉટડી ગામના 50થી વધુ ખેડૂતો ડુપ્લીકેટ ખાતરનો ભોગ બન્યા છે. સુરેન

સુરેન્દ્રનગર: ઉટડી ગામના 50થી વધુ ખેડૂતો નકલી ખાતરનો બન્યા ભોગ, પાક બળી જતા જમીન બંજર બની

સુરેન્દ્રનગર જિલ્લાના ઉટડી ગામના 50થી વધુ ખેડૂતો ડુપ્લીકેટ ખાતરનો ભોગ બન્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ડુપ્લીકેટ ખાતર વપરાશના પગલે ખેડૂતોના વાવેતર નિષ્ફળ ગયા હતા. ચુડા ચોટીલા અને હવે લીંબડીના ઉટડી ગામમાં ખાતર માફિયાઓએ ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવી દીધું છે.

નર્મદા એગ્રો કંપની પાસેથી ખાતરની ખરીદી કરી

ખેડૂતોને સરકારી ડેપો પરથી DAP ખાતર ન મળતા હોવા મુદ્દે અન્ય નર્મદા એગ્રો કંપની પાસેથી ખાતરની ખરીદી કરી હતી.વપરાશ બાદ મગફળી કપાસ સહિતના ઉભા પાકો બળી ગયા.

પાક બળી ગયો

પાક બળી જવાના કારણે ખેડૂતોની જમીન બંજર બની છે. જે બાદ એગ્રો કંપની પર કાર્યવાહી કરી અને વળતર ચૂકવવાની ખેડૂતોએ માંગ કરી છે.

આ સમાચાર શેર કરો