Surendranagar news: મૂળી તાલુકાના 'આપ'ના 50થી વધુ સક્રિય કાર્યકરોએ સામૂહિક રાજીનામાથી સંગઠનમાં ગાબડું
સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં આજે ફરી એ

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં આજે ફરી એકવાર મોટો ગરમાવો જોવા મળ્યો છે. રાજુ કરપડાના સમર્થનમાં આજે મૂળી તાલુકાના 'આપ'ના 50થી વધુ સક્રિય કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દેતા સ્થાનિક સંગઠનમાં મોટું ગાબડું પડ્યું છે. મૂળી નજીક એક ખાનગી ફાર્મ હાઉસ ખાતે ખાસ બેઠક યોજીને કાર્યકરોએ એકસૂરે આ નિર્ણય લીધો હતો, જેને પગલે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીનું વજૂદ જોખમાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.




