ગુજરાતમાં 5 લાખથી વધુ બાળકો પોષણથી વંચિત, કરોડો રૂપિયા ખર્ચવા છતાં સ્થિતિ ઠેરની ઠેર
ગુજરાત દેશમાં કુપોષણમાં ચોથા નંબરે છે એવું કેન્દ્ર સરકારનો રીપોર્ટ જ કહે છે તેથી ગુજરાત પર ચાંદીપુરા વ

ગુજરાત દેશમાં કુપોષણમાં ચોથા નંબરે છે એવું કેન્દ્ર સરકારનો રીપોર્ટ જ કહે છે તેથી ગુજરાત પર ચાંદીપુરા વાયરસનો ખતરો વધારે છે. ભવિષ્યમાં આ રોગ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. કમનસીબે ગુજરાત સરકાર કુપોષણની સમસ્યાનો ઉકેલ લાવવાની વાતો કરે છે પણ કશું નક્કર કરતી નથી.
સરકારે 2023-24ના બજેટમાં 5500 કરોડ રૂપિયા કુપોષણની સમસ્યાના ઉકેલ માટે ફાળવ્યા
દર વર્ષે કુપોષણની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કરોડો રૂપિયા ખર્ચાય છે, કુપોષણનો ભોગ બનનારાંની સંખ્યા વધતી જ જાય છે. રાજ્ય સરકારે 2023-24ના બજેટમાં 5500 કરોડ રૂપિયા કુપોષણની સમસ્યાના ઉકેલ માટે ફાળવેલા છતાં આ સમસ્યા ઠેરની ઠેર છે.
ગુજરાતમાં 5.70 લાખથી વધારે બાળકો કુપોષણનો શિકાર
ગુજરાતમાં ગર્ભવતી સ્ત્રીઓમાં કુપોષણનો દર પણ અત્યંત ઉંચો હોવાથી ગુજરાતમાં નવજાત બાળકોના મોતનું પ્રમાણ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે લોકસભામાં ડિસેમ્બર, 2023માં માહિતી આપી હતી કે, નવજાત બાળકોને ન્યુટ્રીશન રીહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવામાં ગુજરાત દેશભરમાં બીજા સ્થાને છે. ગુજરાતમાં કુપોષણના કારણે દર વર્ષે 30 હજારથી વધારે બાળકો મોતને ભેટે છે.ગુજરાત સરકારે પોતે જ વિધાનસભામાં ફેબ્રુઆરી, 2024માં મળેલા શિયાળુ સત્રમાં કબૂલાત કરી હતી કે, ગુજરાતમાં 5.70 લાખથી વધારે બાળકો કુપોષણનો શિકાર છે.






