સુરત બન્યું બોગસ ડોક્ટરનું હબ, ડિગ્રી વિના શ્રમિકોની સારવાર કરતાં વધુ 5 જોલા છાપા દબોચાયા
ડાયમંડ, ટેક્સટાઈલ બાદ સુરત જાણે બોગસ ડોક્ટરનું હબ બની ગયું હોય તેવા દ્રશ્યો રોજે રોજ સામે આવી રહ્યાં છે. સચીન GIDC વિ

ડાયમંડ, ટેક્સટાઈલ બાદ સુરત જાણે બોગસ ડોક્ટરનું હબ બની ગયું હોય તેવા દ્રશ્યો રોજે રોજ સામે આવી રહ્યાં છે. સચીન GIDC વિસ્તારમાં ડિગ્રી વિના દર્દીઓને એલોપેથી દવાઓ આપતા 5 જોલા છાપ ઝડપાયા છે. સચીન GIDCના શીવનગર તલંગપુર રોડ વિસ્તારમાં આવેલા વિવિધ ક્લિનિક્સમાં તપાસ દરમિયાન “પટેલ ક્લિનિક,” “ધરમ પોલી ક્લિનિક,” “ઓમ શિવ ક્લિનિક,” “પ્રિન્સ ક્લિનિક,” અને “ડો. આર.ડી. દુબે ક્લિનિક” પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ સુરતમાં ઈંડા ખાધા બાદ માથાકૂટ, લારી ચલાવનારની ચાર વ્યક્તિએ કરી હત્યા
દવાનો જથ્થો ઝડપાયો
દરોડા દરમિયાન તપાસમાં બહાર આવ્યું કે, આ ડોક્ટરો પાસે માન્ય મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તેઓ આંકડાબાજી કરતા હતા અને દર્દીઓ પર મેડિકલ સારવારના નામે અજાણતા પરિવારોને ખોટી આશા આપી રહ્યા હતા.તપાસ દરમિયાન પોલીસ દ્વારા રૂ. 21,743ની કિંમતી દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. આ બોગસ ડોક્ટરોની પ્રવૃત્તિએ દર્દીઓના જીવન માટે ગંભીર જોખમ ઉભું કર્યું હતું કારણ કે, તેઓ અન્યાયી રીતે ગંભીર બીમારીઓ માટે પણ તબીબી દવાઓ આપી રહ્યા હતા. આ ક્લિનિકમાં ખૂબ જ મર્યાદિત જ્ઞાન ધરાવતા લોકો દ્વારા બીમાર લોકોની સારવાર કરવામાં આવતી હતી, જેનાથી જીવનભરનું નુકસાન થવાની સંભાવના હતી. છેલ્લા 3-10 વર્ષથી આ બોગસ ડોકટર લોકોની સારવાર કરી રહ્યા હતા.
પકડાયેલા બોગસ ડોક્ટરો
1. રાકેશ શ્યામનારાયણ પટેલ
2. કમલેશકુમાર ધરમરાજ પટેલ
3. વિરેન્દ્રકુમાર રામપ્યાસે ગુપ્તા
4. ભાનુપ્રતાપ દિનાનાથ યાદવ
5. રાજદેવ મહાદેવ દુબે








