Suratમાં પીવાના પાણીના 4,600થી વધુ સેમ્પલ ફેલ, સૌથી વધુ ફરિયાદ આ ઝોનમાંથી મળી
ગાંધીનગરની ઘટના બાદ સુરતનું આરોગ્ય તંત્ર જાગ્યું છે. મેગા સિટીમાં આવી જાનહાનિ કે રોગચાળો ન ફાટી નીકળે


ગાંધીનગરની ઘટના બાદ સુરતનું આરોગ્ય તંત્ર જાગ્યું છે. મેગા સિટીમાં આવી જાનહાનિ કે રોગચાળો ન ફાટી નીકળે તે માટે આગોતરા પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરતના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા પીવાના પાણીના 4,659 સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેઈલ થયા છે, જ્યારે એક વર્ષમાં કુલ 95 હજારથી વધુ સેમ્પલો લેવાયા હતા.
સ્વચ્છતા અને બેન્ચમાર્ક એવોર્ડ વચ્ચે પીવાના પાણીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. પાણી અને ડ્રેનેજ લાઈનોમાં થતી લીકેજના કારણે સમસ્યા વધુ વકરતી હોવાનું સામે આવ્યું છે. ગંદા પાણીની સૌથી વધુ ફરિયાદ લીંબાયત ઝોન, સેન્ટ્રલ ઝોન અને ઉધના એ ઝોનમાંથી મળી છે. આ મામલે પાલિકા દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું જણાવાયું છે.




