મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ: હોળી-ધુળેટી તહેવારને લઈને ગોધરા ST ડેપો 25થી વધુ બસો દોડાવાશે

પંચમહાલમાં હોળી-ધુળેટી પર્વને અનુલક્ષીને ગોધરા ST ડેપોએ ખાસ નિર્ણય કર્યો છે. &

પંચમહાલ: હોળી-ધુળેટી તહેવારને લઈને ગોધરા ST ડેપો 25થી વધુ બસો દોડાવાશે

પંચમહાલમાં હોળી-ધુળેટી પર્વને અનુલક્ષીને ગોધરા ST ડેપોએ ખાસ નિર્ણય કર્યો છે.  ગોધરા એસટી ડેપો દ્વારા તહેવારોમાં વધુ બસો દોડાવવામાં આવશે.  શ્રમજીવી પરીવારોને સુરક્ષિત રીતે માદરે વતન પહોંચાડવા માટે એસટી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

ગોધારા એસટી ડેપો દ્વારા 25થી વધુ વધારાની બસો દોડાવવામાં આવશે

મળતા અહેવાલ પ્રમાણે ગોધારા એસટી ડેપો દ્વારા 25થી વધુ વધારાની બસો દોડાવવામાં આવશે. દાહોદ અને મહીસાગર જીલ્લાના શ્રમજીવી પરીવારો અમદાવાદ રાજકોટ સુરત સૌરાષ્ટ્ર તરફ રોજીરોટી રળવા જતા હોય છે. તેથી વતન પરત ફરવા માટે ટ્રાફિક પણ વધુ સમય રહેતો હોય છે.

આ સમાચાર શેર કરો