મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં 2 વર્ષમાં 20 હજારથી વધુ લોકોને દારુ પીવાની પરવાનગી મળી, ગૃહમાં રજૂ થયેલા આંકડાએ ખોલી પોલ

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. વિધાનસભા ગૃ

ગુજરાતમાં 2 વર્ષમાં 20 હજારથી વધુ લોકોને દારુ પીવાની પરવાનગી મળી, ગૃહમાં રજૂ થયેલા આંકડાએ ખોલી પોલ

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. વિધાનસભા ગૃહમાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે દારૂની પરમીટને લઇને પ્રશ્ન પૂછ્યો હતો જેનો ગૃહમાં સરકારે જવાબ આપ્યો છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડાએ દારૂબંધીની પોલ ખોલી નાખી છે. ગુજરાતમાં પાછલે બારણે દારૂબંધી હળવી કરવાનો સરકારનો પ્લાન હોય તેમ લાગી રહ્યું છે.

દારૂનો પરવાનો મેળવવામાં અમદાવાદ જિલ્લો અવ્વલ

અમદાવાદમાં 7930 લોકોને દારુ પીવાની પરમિશન મળી છે. સુરતમાં 6900 અને વડોદરામાં 667 લોકોને દારૂની પરમિશન મળી છે. ગાંધીનગરમાં 950 લોકોને દારુ પીવાની પરમિશન મળી છે. જામનગરમાં 1560 અને ભાવનગરમાં 670 લોકોને દારુની પરમિશન મળી છે. ગુજરાતમાં 2 વર્ષમાં 20 હજારથી વધુ લોકોને દારુ પીવાની પરમિશન મળી છે. આરોગ્યનું કારણ હાથ ધરી સરકારે દારુ પીવાની પરમિશન આપી હોવાનું જાણવા મળ્યું છે.

આરોગ્યના નામે પૈસાદાર લોકોને અપાઇ રહી છે દારૂની પરમીટ

ગુજરાતમાં આરોગ્યના નામે પૈસાદાર લોકોને દારૂની પરમીટ આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. પૈસાદાર લોકો પૈસા ખર્ચી સરકાર પાસેથી દારુ પીવાની પરમિટ લઇ રહ્યાં છે. દારૂના પરવાનાથી રોગી કલ્યાણ સમિતિને અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં 12.71 કરોડની આવક થઇ છે તો ગાંધીનગર જિલ્લાને 86.60 લાખની આવક થઇ છે.

આ સમાચાર શેર કરો