મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત: રોજ 443 યુવતીઓ બને છે હિંસાનો ભોગ, 10 વર્ષમાં 16 લાખથી વધુ મહિલાઓએ અભયમ હેલ્પલાઈનની લીધી મદદ

ગુજરાતમાં મહિલાઓની મદદ માટે શરૂ કરાયેલી અભયમ હેલ્પલાઈનમાં દસ વર્ષમાં હિંસાનો ભોગ બ

ગુજરાત: રોજ 443 યુવતીઓ બને છે હિંસાનો ભોગ, 10 વર્ષમાં 16 લાખથી વધુ મહિલાઓએ અભયમ હેલ્પલાઈનની લીધી મદદ

ગુજરાતમાં મહિલાઓની મદદ માટે શરૂ કરાયેલી અભયમ હેલ્પલાઈનમાં દસ વર્ષમાં હિંસાનો ભોગ બનેલી 16.16 લાખ મહિલાઓએ મદદ લીધી છે. એટલેકે રાજ્યમાં પ્રતિદિન 443 મહિલાઓ કોઈને કોઈ હિંસાનો ભોગ બને છે. જેમાં સૌથી વધુ પીડિતાઓ ઘરેલું હિંસાનો ભોગ બની છે. મહિલાઓ સાથે થતી હિંસા અટકાવવા વર્ષ 2015માં ગુજરાતમાં શરૂ કરાયેલી 181 અભયમ હેલ્પલાઈનને દસ વર્ષ પૂર્ણ થયા છે.

 કુલ 16,16,844 પીડિતાઓએ તેની મદદ લીધી

પ્રાથમિક અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં ભોગ બનેલી કુલ 16,16,844 પીડિતાઓએ તેની મદદ લીધી છે. એટલેકે રાજ્યમાં પ્રતિકલાકે 18 મહિલાઓ સાથે કોઈને કોઈ પ્રકારે હિંસા થાય છે. જેમાં સૌથી વધુ ઘરેલું હિંસા તેમજ પતિના લગ્નેતર સંબંધોથી કંટાળેલી મહિલા કોલ કરે છે.હેલ્પલાઈન દ્વારા 3.24 પીડિતાના ઘરે પહોંચી તેમના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા હતાં.

2.05 લાખ મહિલાઓનું હેલ્પલાઈને પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું

તેમજ 99 હજાર જેટલી પીડિતાનો ગંભીર પરિસ્થિતિઓમાંથી બચાન કરાયો હતો. કેટલી વખત પારિવારીક વિખવાદ વધી જતાં ઘર સાથે છેડો ફાડવો પડે તેવા સંજોગોમાં મૂકાયેલી 2.05 લાખ મહિલાઓનું હેલ્પલાઈને પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું હતું. તેવામાં આજના ફાઈવ-જીના જમાનામાં ઈન્ટરનેટના લોકોના જીવનમાં મહત્તવની ભૂમિકા ભજવે છે, ખાસ કરીને લોકોમાં સોશિયલ મીડિયાની ઘેલી છે. જે કેટલીક વખત મહિલાઓ, યુવતીઓ અને સગીરાઓને મુસીબતમાં ધકેલે છે. 

આ સમાચાર શેર કરો