જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં લઠ્ઠાકાંડમાં 10થી વધુ લોકો અસરગ્રસ્ત, 3 વ્યક્તિઓના મોત
જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં કથિત લઠ્ઠાકાંડની ઘટન

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં કથિત લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. મળતી માહિતી મુજબ ઝેરી દારૂ પીવાના કારણે 10 થી 15 જેટલા લોકો અસરગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે.જ્યારે 3 વ્યક્તિઓના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. જોકે, અધિકૃત તંત્ર દ્વારા આંકડાઓની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી
ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ગેરકાયદે દારૂના વેપાર સામે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.લઠ્ઠાકાંડના કારણે માળીયાહાટીના વિસ્તારમાં શોક અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. લઠ્ઠાકાંડ પર તંત્રની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.




