મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં છેલ્લા 3 મહિનામાં 10થી વધુ ભૂકંપના આંચકા, છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તૂટયો

કચ્છમાં શુક્રવારે (છઠ્ઠી ડિસેમ્બર) બપોરે રાપર નજીક 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હત

ગુજરાતમાં છેલ્લા 3 મહિનામાં 10થી વધુ ભૂકંપના આંચકા, છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તૂટયો

કચ્છમાં શુક્રવારે (છઠ્ઠી ડિસેમ્બર) બપોરે રાપર નજીક 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ સાથે જ છેલ્લા 3 મહિનામાં ગુજરાતની ધરા 10 વખત ધ્રુજી ચૂકી છે. જેમાં નવેમ્બરમાં જ 8 આંચકાનો સમાવેશ થાય છે. 

નવેમ્બરમાં સૌથી વધુ ભૂકંપના 8 આંચકા નોંધાયા 

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં આ વર્ષે ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા છે. જેમાં જાન્યુઆરીમાં 2, ફેબુ્રઆરી-ઓક્ટોબરમાં 1-1, નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં અત્યારસુધી 1 આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે 2023માં 5, 2022માં 1 જ્યારે 2021માં 7 આંચકા નોંધાયા હતા. એક જ વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી. 

આ પણ વાંચો: AHMEDABAD: નરોડામાં માતાએ પુત્ર સાથે ત્રીજા માળેથી કૂદકો મારી કરી આત્મહત્યા

આ વર્ષની વાત કરવામાં આવે તો 13માંથી 7 આંચકામાં કચ્છમાં એપિસેન્ટર હતું. વર્ષ 2024માં 6 આંચકામાં તીવ્રતા ચારથી વધારે નોંધાઇ હતી. જેમાં 15 નવેમ્બરના 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો ત્યારા પાટણથી 13 કિલોમીટર દૂર એપિસેન્ટર હતું.

આ સમાચાર શેર કરો