VIDEO: નેહુલ અમૃતિયાના પારણાના નિર્ણયને પાલ આંબલિયાએ આપ્યુ સમર્થન
સોર્સ : gstv
મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ઉપવાસ આંદોલનના ૧૯મા દિવસે, આંદોલનકારી નેહુલ અમૃતિયાએ તબિયત લથડતા પારણા કરવાનો નિર્ણય લીધો છે. તેમના આ નિર્ણયને સમર્થન આપતા શુભેચ્છકો અને સમર્થકોનું કહેવું છે કે, આંદોલન માટે નેહુલનું સ્વસ્થ હોવું અત્યંત આવશ્યક છે. આંદોલનકારીઓએ આશા વ્યક્ત કરી છે કે, "જો શરીરે સાજા હઈશું તો જ આ કાળમીંઢ સરકારને ઘૂંટણિયે લાવી શકાશે." સોશિયલ મીડિયા પર લોકો દ્વારકાધીશને પ્રાર્થના કરી રહ્યા છે કે નેહુલ અમૃતિયા જલ્દી સ્વસ્થ થાય અને તેઓ ફરીથી આંદોલનના મેદાનમાં બમણી તાકાત સાથે પરત ફરે. આંદોલનના આગામી ત્રીજા તબક્કાની જાહેરાત પર સૌની નજર છે.

