Morabi News: હળવદમાં ગેસ લાઇનમાં લીકેજની ઘટના, મોટી જાનહાનિ ટળી
મોરબીના હળવદથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ગેસ લાઇન લીકેજની ઘટના બનતા અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ આઈ.ટી.આઈ નજીક ગેસ લીકેજની ઘટના બનતા આજુબાજુના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ગેસ લાઈન અદાણીની હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ
આવી ગેસ લીકેજની ઘટના મોટી ગંભીર ઘટનાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ત્યારે આ ઘટના બનતા સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. તેમનું કહેવું છે કે કોઈ મોટી ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે?
નગરપાલિકાના ઉપપ્રમુખ દોડી આવ્યા
આ ઘટનાની જાણ હળવદ નગરપાલિકાના ઉપપ્રમુખને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પછી તેમણે એ ગેસ કંપનીને ઘટના અંગેની જાણ કરી દીધી હતી. જણાવી દઈ કે, રોડ ખોદતી વખતે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. દરમિયાન 20 મિનિટથી વધુ સમય સુધી ગેસ લીકેજ થયો હતો. જેને કારણે આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

