મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોરબી: મચ્છુ ડેમના બે દરવાજા જાણો શા કારણે ખોલાયા, 34 ગામો એલર્ટ પર

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ બેડેમના પાંચ દરવાજા રીપેર કરવા માટે આજથી ત્રણ દિવસ માટે પાણી નદીમાં છ

મોરબી: મચ્છુ ડેમના બે દરવાજા જાણો શા કારણે ખોલાયા, 34 ગામો એલર્ટ પર

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ બેડેમના પાંચ દરવાજા રીપેર કરવા માટે આજથી ત્રણ દિવસ માટે પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું, આ માટે મોરબીના મચ્છુ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. મોરબી માળિયાના 34 ગામોની એલર્ટ કરી નદીના પટમાં ન જવા માટે અપીલ પણ કરવામાં આવી છે.

મોરબીના મચ્છુ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા

મચ્છુ બે ડેમ ભર ઉનાળે ખાલી કરવાની સ્થિતિ સર્જાતા તંત્ર પણ એલર્ટ બન્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તંત્ર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ રીતે સજ્જ છે.

 34 ગામોની એલર્ટ કરી નદીના પટમાં ન જવા માટે અપીલ કરવામાં આવી

  આ સાથે જ આવનારા દિવસોની અંદર મોરબીમાં તેમજ આસપાસ વિસ્તારમાં પીવાની પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. મોરબીને પીવાના પાણીની પૂર્તિ માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો