મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ખાડિયા ભાજપ કાર્યકરની હત્યાનો ગુનેગાર મોન્ટુ નામદાર ફરી જેલ ભેગો થશે: ફર્લો પર આવી દારૂના નશામાં મચાવ્યો હતો આતંક

અમદાવાદના ખાડિયામાં ભાજપ કાર્યકરની હત્યાના કેસમાં આજીવન કેદની

અમદાવાદના ખાડિયામાં ભાજપ કાર્યકરની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો કુખ્યાત ગુનેગાર મોન્ટુ નામદાર ફર્લો રજા પર બહાર આવી ફરી આતંક મચાવતા જેલના સળિયા પાછળ ધકેલાયો છે. દારૂના નશામાં ચકચૂર મોન્ટુએ જાહેર રોડ બ્લોક કરી ફટાકડા ફોડ્યા હતા અને સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હોસ્પિટલમાં પોલીસ કર્મચારીઓ સાથે પણ ગેરવર્તન કરી હુમલો કરવાની કોશિશ કરી હતી. આ મામલે ખાડિયા પોલીસે મોન્ટુ, તેના પુત્ર પ્રિન્સ અને સાગરિત વિરુદ્ધ નવો ગુનો દાખલ કરી તેની ફર્લો રજા રદ કરાવી છે. જેથી હોસ્પિટલમાંથી રજા મળતા જ તેની ધરપકડ કરી ફરી જેલ હવાલે કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો