મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO Breaking : Ahmedabad જ્વેલર્સ સાથે મોટી સાયબર છેતરપિંડી, ગઠિયાઓએ 83.37 લાખ રૂપિયા સેરવી લીધા

VIDEO Breaking : Ahmedabad જ્વેલર્સ સાથે મોટી સાયબર છેતરપિંડી, ગઠિયાઓએ 83.37 લાખ રૂપિયા સેરવી લીધાની ઘટના સામે આવી

તસવીર: gstv

VIDEO Breaking : Ahmedabad જ્વેલર્સ સાથે મોટી સાયબર છેતરપિંડી, ગઠિયાઓએ 83.37 લાખ રૂપિયા સેરવી લીધાની ઘટના સામે આવી છે. અમદાવાદના સી.જી. રોડ પરના એક જાણીતા જ્વેલર્સ સાથે મોટી સાયબર છેતરપિંડીની ઘટના સામે આવી છે. વેપારી જ્યારે અયોધ્યા દર્શન માટે ગયા હતા, ત્યારે અચાનક તેમનું મોબાઈલ નેટવર્ક ગાયબ થઈ ગયું હતું. આ તકનો લાભ ઉઠાવી ગઠિયાઓએ તેમનું સિમકાર્ડ બંધ કરાવી દીધું અને માત્ર બે દિવસમાં જ તેમના 'યસ બેંક'ના કેશ ક્રેડિટ ખાતામાંથી ૧૬ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ૮૩.૩૭ લાખ રૂપિયા સેરવી લીધા હતા.તપાસમાં જાણવા મળ્યું છે કે આ રકમ લિટન શિલ, ક્રિશ્નેનુ મોન્ડલ અને અટલ સરકાર જેવા શંકાસ્પદ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ગંભીર મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો