સુરતમાં શ્રાવણ માસમાં સવા લાખ રુદ્રાક્ષનું બન્યુ શિવલિંગ, કંથારિયા હનુમાન મંદિરે દર્શનાર્થે ઉમટ્યા ભાવિકો
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું કંથારીયા હનુમાન મંદિર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સવા

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું કંથારીયા હનુમાન મંદિર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સવા લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. જે શ્રાવણ માસ નિમિત્તે આખા મહિનો ભાવિક ભક્તોને દર્શન માટે મૂકવામાં આવેલું છે. આ રુદ્રાક્ષ શ્રાવણ મહિનાના અંતમાં આ રુદ્રાક્ષ ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે.શ્રાવણ માસના બીજા સોમવારે રોજ કરતાં મોટી સંખ્યામાં સવારથી દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા. ભગવાનની આરાધનાના આ પર્વને લઈને મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મંદિરમાં પણ વિશેષ શણગાર કરવામાં આવી રહ્યા છે. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
ભાવિકોને પ્રસાદી અપાશે
રામકબિર યાજ્ઞિકે કહ્યુ કે, સવા લાખ રૂદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. શિવલિંગનો મહિમા ખૂબ છે. રૂદ્રાક્ષ શિવનું સ્વરૂપ છે.જેના દર્શનથી પાપ ધોવાઈ છે. સર્વ વ્યક્તિ શિવમય બને તે માટે આ શિવલિંગ સ્થાપિત કરાયુ છે. બાદમાં આ રૂદ્રાક્ષ પ્રસાદ રૂપે ભાવિક ભક્તોને આપવામાં આવે છે.
શિવલિંગ બનાવતા ત્રણ મહિના જેટલો સમય લાગ્યો
આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. સુરતમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે. ત્યારે સુરતના કતારગામ ખાતે કંથારિયા હનુમાન મંદિર ખાતે સવા લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. શિવલિંગને તૈયાર કરવામાં બેથી ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો. હરીદ્વ્રારથી રુદ્રાશ લાવી આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. શ્રાવણ મહિનો પૂર્ણ થતા ભક્તોને પ્રસાદી રૂપે રુદ્રાક્ષ આપવામાં આવશે.








