ગુજરાતમાં ચોમાસાની ઋતુ ઝળહળી: 75%થી વધુ વરસાદ, 70 ડેમ હાઈએલર્ટ પર
ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ પૂર્ણ ઝળહળી રહી છે, જેના પરિણામે 21 ઓગસ્ટ 2025ના રોજ સ

ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુ પૂર્ણ ઝળહળી રહી છે, જેના પરિણામે 21 ઓગસ્ટ 2025ના રોજ સવારે 2:30 PM IST સુધીમાં સરેરાશ 75%થી વધુ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના અહેવાલ મુજબ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 78.99% વરસાદ વરસ્યો છે, જે રાજ્યના કૃષિ ક્ષેત્ર માટે ખુશીનું કારણ છે. કચ્છમાં 78.81%, સૌરાષ્ટ્રમાં 76.36%, ઉત્તર ગુજરાતમાં 74.67% અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 71.97% વરસાદ નોંધાયો છે. આ વરસાદથી રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37% ભરાઈ ગયો છે, જે પીવાના પાણી અને સિંચાઈ માટે મહત્વપૂર્ણ છે.
55 ડેમ 100% ભરાયા
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, સાર્વત્રિક વરસાદના પરિણામે , રાજ્યના 206 જળાશયોમાંથી 55 ડેમ 100% ભરાયેલા છે, જ્યારે 66 ડેમ 70-100%, 36 ડેમ 50-70%, 30 ડેમ 25-50% અને 19 ડેમ 25%થી ઓછા ભરાયેલા છે. જોકે, વધેલા જળસ્તરને કારણે 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર છે.
છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકાઓમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના મેંદરડા તાલુકામાં 13 ઇંચથી વધુ, કેશોદમાં 11 ઇંચ, વંથલીમાં 10 ઇંચ, પોરબંદરમાં 10 ઇંચ અને નવસારીના ગણદેવીમાં 9 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને 14 હજાર થી વધુ રૂટ ઉપર 40 હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે.






