મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર : 3 લાખની સામે 27 લાખ ભર્યા, છતાં વ્યાજખોરોએ ઉઘરાણી કરી પરિવાર પર કર્યો હુમલો

moneylenders attacked a family with weapons in Kherali village | Surendranagar News : સુરેન્દ્રનગરના ખેરાળી ગામમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે, જેમાં 5 જે

સુરેન્દ્રનગર : 3 લાખની સામે 27 લાખ ભર્યા, છતાં વ્યાજખોરોએ ઉઘરાણી કરી પરિવાર પર કર્યો હુમલો

Surendranagar News : સુરેન્દ્રનગરના ખેરાળી ગામમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે, જેમાં 5 જેટલા વ્યાજખોરોએ ગામમાં ઘુસી એક પરિવાર પર હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ મામલે પીડિત પરિવાર સહિત ગામલોકોનું ટોળું જોરાવરનગર પોલીસ સ્ટેશન પહોચ્યું હતું. 

પરિવાર પર હુમલો કરી જાતિગત અપમાન કર્યું

ખેરાળી ગામમાં 5 જેટલા વ્યાજખોરોએ ગામમાં ઘુસી એક પરિવાર પર હથિયારો સાથે હુમલો કરી પરિવાર સાથે જાતિગત અપમાન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વ્યાજખોરોએ  ફરસી, છરી જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલો જોરાવરનાગર પોલીસ સ્ટેશન પહોચ્યો છે. 

પરિવારે આત્મવિલોપનની ચીમકી આપી

વ્યાજખોરોના હુમલાથી ખેરાળી ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. પીડિત પરિવાર સહિત ગામલોકોનું ટોળું જોરાવરનગર પોલીસ સ્ટેશન પહોચ્યું હતું અને હુમલો કરનારા વ્યાજખોરો સામે ગુનો નોંધી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો પોલીસ વ્યાજખોરો સામે ફરિયાદ નહીં નોંધે તો પીડિત પરિવારે પોલીસ સ્ટેશનમાં જ આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. 

આ સમાચાર શેર કરો