સુરતમાં છોકરીઓની છેડતી કરવી રોડ રોમિયોને પડી ભારે, લોકોએ જાહેરમાં આપ્યો મેથી પાક
સુરતમાં કાયદા વ્યવસ્થાને સ્થિતિ નબળી પડી હોય કે પછી પોલીસનું પેટ્રોલિંગ હળ

સુરતમાં કાયદા વ્યવસ્થાને સ્થિતિ નબળી પડી હોય કે પછી પોલીસનું પેટ્રોલિંગ હળવું થયું હોય તે રીતે રોડ રોમિયો સક્રિય થયા છે. ડભોલી વિસ્તારમાં છોકરીઓની છેડતી કરનાર રોડ રોમિયોને લોકોએ પકડી લઈને માર મારાયો હતો. બાદમાં રોડ રોમિયોને પોલીસ હવાલે કરી દેવામાં આવ્યો હતો.
રોમિયો થયો લોહીલુહાણ
ડભોલી ચાર રસ્તા પાસે ગંગોત્રી સોસાયટીમાં છોકરીઓની છેડતી કરતા રોડ રોમિયો ઝડપાઈ ગયો હતો. છોકરીઓના ભાઈઓ સાથે લોકોએ મળીને રોડ રોમિયોને માર માર્યો હતો. જેના કારણે રોડ રોમિયોના માથાના ભાગે ઈજા થઈ હતી. રોમિયો લોહી લુહાણ થઈ ગયો હતો. બાદમાં પોલીસને ઘટના સ્થળે બોલાવીને તેને સોંપી દેવાયો હતો.
મેથીપાક અપાયો
સ્થાનિકોએ કહ્યું કે, આ રોડ રોમિયો ઘણીવાર અમારી સોસાયટીની આસપાસ ફરતો હતો. સાથે જ બહેન દીકરીઓને ગંદી નજરથી જોવાની સાથે અભદ્ર ઈશારા કરતો હતો. આ અંગેની ફરિયાદ છોકરીઓએ કરતા જ તેને પકડી લઈને મેથીપાક આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસને સોંપી દેવાયો છે.








