મોડાસા: કરોડોના ખર્ચે બનાવેલું સ્પોર્ટ્સ સંકુલ ખાય છે ધૂળ, પાંચ વર્ષથી ઈમારતમાં નથી થઈ રહી કોઈ પ્રવૃતિ
રાજ્યના મોડાસામાં કરોડોના ખર્ચે બનાવાવમાં આવેલું સ્પોર્ટ સંતુલ ધૂળ ખાય છે. મળતા અહેવાલ પ્

રાજ્યના મોડાસામાં કરોડોના ખર્ચે બનાવાવમાં આવેલું સ્પોર્ટ સંતુલ ધૂળ ખાય છે. મળતા અહેવાલ પ્રમાણે મોડાસામાં આવેલા સર્વોદય વિસ્તારનાં બાળકો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે સ્પોર્ટસ સંકુલ ઉભું કરવામાં આવ્યું હતું.
વર્ષ 2019માં 3.50 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું
મળતા અહેવાલ પ્રમાણ વર્ષ 2019માં 3.50 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું હતું, સ્પોર્ટ સંકુલ બનાવી તો દીધું પણ હજું કેટલા વર્ષ સુધી બાળકોને તે સોંપવામાં નહીં આવે તે અંગે ચર્ચા ચાલી રહી છે.
5 વર્ષથી આ સંકુલ બિનઉંપયોગી
પરંતુ છેલ્લા 5 વર્ષથી આ સંકુલ બિનઉંપયોગી બની રહેતા સ્થાનિકો પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કરોડો રૂપિયાનો ખર્ચ ધૂળભેગો થયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ સંકુલ જલ્દી જ શરૂ કરવામા આવે તેવી માંગ ઉઠી છે.






