અરવલ્લી : મતદાન રોકતા મામલો બિચક્યો, પોલીસ અને યુવક વચ્ચે ચકમક
અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર ઇવીએમ ખોટકાયું હતું. મોડાસાની કે.એન.શાહ સ્ક

અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર ઇવીએમ ખોટકાયું હતું. મોડાસાની કે.એન.શાહ સ્કૂલમાં મશીન ખોટવાયું હતું. જે બાદ તાત્કાલિક અસરથી ઇવીએમ બદલવાની કામગીરી હાથ ધરાઈ હતી.
જો કે મોડાસા કે.એન શાહ સ્કૂલના 181 - મતદાન બુથ પર બબાલ જોવા મળી હતી. પોલીસ અને મતદારો વચ્ચે બલાલ જોવા મળી હતી. EVM ખોટકાયા બાદ પણ ગ્રીન લાઈટ બતાવતા હોવાના આક્ષેપ બાદ રોષ ફેલાયો હતો. કમળના નિશાન પહેરેલા બેચ સાથે શખ્સો બુથમાં ફરતા હોવાના આક્ષેપ બાદ બબાલ થઇ હતી. એક શખ્સ અન્ય મતદારોને મતદાન કરવા રોકતા સમગ્ર મામલો બિચક્યો હતો. જે બાદ પોલીસ અને વિરોધ કરનાર યુવક વચ્ચે ચકમક જોવા મળી હતી.




