મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ડાઈંગ મિલમાં મશીન પર કામ કરતાં સગીરને કરંટ લાગતા મોત, પરિવારે ગુમાવ્યો એકનો એક દીકરો

સુરતમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઈલેક્ટ્રિક કરંટ લાગવાના બનાવ

સુરતમાં ડાઈંગ મિલમાં મશીન પર કામ કરતાં સગીરને કરંટ લાગતા મોત, પરિવારે ગુમાવ્યો એકનો એક દીકરો

સુરતમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઈલેક્ટ્રિક કરંટ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાઈંગ મિલમાં કામ કરતાં એક સગીરને કરંટ લાગ્યો હતો. કરંટ એટલો પ્રચંડ હતો કે, ઘટના સ્થળે જ સગીરનું મોત નીપજ્યું હતું. સગીરના મોતને લઈને પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હતો. જેથી પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. જો કે, સગીરોને કામ પર રાખવામા આવતાં હોવાનું પણ ઉજાગર થયું છે.

બે દિવસ અગાઉ કામ પર લાગેલો

પાંડેસરા વિસ્તારમાં આવેલી મીરા ડાઈંગ મીલમાં બલરાજ ગંગારામ યાવદ નામનો 16 વર્ષનો સગીર બે દિવસ પહેલાં જ કામ પર લાગ્યો હતો. ડાઈંગમીલમાં આવેલા નવ નંબરના મશીન ઉપર બોર્ડ ઘસવાનું કામ કરતો હતો. આ દરમિયાન અચાનક કરંટ લાગ્યો હતો.ઈલેક્ટ્રિક કરંટ લાગતાં ગણેશનગરના રહેવાસી એવા બલરાજનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેથી નાની બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો હતો.

ન્યાયની માગ

મૃતકના પિતરાઈ ભાઈ ગંગા રામે કહ્યું કે, મશીનમાંથી કરંટ લાગ્યો હતો. મને ફોન આવ્યો હતો. એટલે તરત જ દોડી ગયો હતો. ત્યાં કોઈ ગાડી નહોતી કોઈ લઈ જનાર પણ નહોતું. બાદમાં એક બે કલાકે એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. મીરા નામની મીલમાં એ બે ત્રણ દિવસ અગાઉ જ કામ પર લાગ્યો હતો. સિવિલમાં લાવ્યા ત્યારે અમને તેમના મોત થયાની તબીબોએ જાણ કરી હતી.હાલ પરિવાર ન્યાયની માગ કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો