રાજકોટમાં સગીર રેલવે ટ્રેક પર રહસ્યમય રીતે ટ્રેન નીચે આવી જતાં મોત
રાજકોટમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક સગીર રહસ્યમય રીતે ટ્રેનની ની

રાજકોટમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક સગીર રહસ્યમય રીતે ટ્રેનની નીચે આવી જતાં તેનું મોત થયું છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતો સગીર ટ્રેનની નીચે આવી જતા સગીરનું કરુણ મોત નિપજ્યું છે. મામલાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લામાં જેતપુરના દાસી જીવણ પરા વિસ્તારમાં રહેતા 17 વર્ષીય કૌશિક પ્રેમજીભાઈ સોલંકીનું આ ઘટનામાં કરુણ મોત નિપજ્યું છે. જેતપુરમાં રેલવે ટ્રેક ભયાવહ સાબિત થઈ રહ્યો છે. આ ઘટના સુસાઇડ છે કે અકસ્માત તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. જો કે, મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. તેમજ જેતપુર સીટી પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.




