મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં પોલીસ સાથે મારામારીની ઘટનામાં ડોન બનવા નિકળેલા 2 શખ્સોની ધરપકડ

રાજકોટમાં ફરી લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં લુખ્ખા તત્વો દ્વારા પોલીસ જવાન સાથે માર

રાજકોટમાં પોલીસ સાથે મારામારીની ઘટનામાં ડોન બનવા નિકળેલા 2 શખ્સોની ધરપકડ

રાજકોટમાં ફરી લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં લુખ્ખા તત્વો દ્વારા પોલીસ જવાન સાથે મારામારી કરવામાં આવી હતી. રાજકોટમાં બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં હોમગાર્ડ જવાન વિપુલ સોલંકીને મારમારી લૂંટી લેવાનો મામલો સામે આવ્યો હતો.  આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી મોહિત ચમન ગોહેલ અને અમિત વિજય ખુમાણ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

હુમલાની ઘટનાનો લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં હોમગાર્ડ જવાનને તીક્ષ્ણ હથિયાર બતાવી ધમકી આપતા આરોપીઓ જોવા મળ્યા હતા. આરોપીએ કહ્યું કે, હું મોહિત ગોહેલ ગણેશનગરનો ડોન છું તું કેમ અહીં બેઠો છો અહીં પોલીસે બેસવું નહિ તેમ કહીને આતંક મચાવ્યો હતો. આખરે ક્રાઇમબ્રાન્ચે ડોન બનવા નીકળેલા લુખ્ખાઓને ઝડપી તેમની ડોનગીરી કાઢી નાખી હતી. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી છે જેમાં આરોપીઓ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યાં હોવાનું પણ સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો