મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જેતપુરમાં સાડીના પ્રિન્ટિંગ મશીનમાં હાથ આવી જતાં પરપ્રાંતિય મજૂરનું ઘટના સ્થળે મોત

રાજકોટ જિલ્લાના જેતપુરમાં સાડી ઉદ્યોગના પ્રિન્ટિંગ મશીનમાં હાથ આવી જતાં એક પરપ્

જેતપુરમાં સાડીના પ્રિન્ટિંગ મશીનમાં હાથ આવી જતાં પરપ્રાંતિય મજૂરનું ઘટના સ્થળે મોત

રાજકોટ જિલ્લાના જેતપુરમાં સાડી ઉદ્યોગના પ્રિન્ટિંગ મશીનમાં હાથ આવી જતાં એક પરપ્રાંતિય મજૂરનું મોત નીપજ્યું છે. ઉદ્યોગનગર પોલીસે  મૃતક યુવકના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 

આ ઘટના અંગે મળતી વિગતો મુજબ જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં શિવમ ટેક્સટાઈલ નામના યુનિટમાં અભિલાષ પટેલ નામના પરપ્રાંતિય યુવકનો હાથ સાડીના ઓટોમેટિક પ્રિન્ટીંગ મશીનમાં આવી ગયો હતો. અન્ય સાથી કારીગરોએ  મશીન બંધ કરીને તેને ખેંચીને બહાર કાઢ્યો હતો. આ યુવકનો એક હાથ કોણીએથી કપાઇ ગયો હતો અને અને છાતીનો ભાગ દબાઈ જવાથી તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. 

ઘટનાની જાણ થતા ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક યુવકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો