મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અરવલ્લીમાં આધેડ પર ભત્રીજા દ્વારા જ કાર ચઢાવીને કરવામાં આવી હત્યા

ગુજરાતમાં જાણે હત્યાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે તેમ અરવલ્લીમાંથી અંગત અદાવતમાં એક

અરવલ્લીમાં આધેડ પર ભત્રીજા દ્વારા જ કાર ચઢાવીને કરવામાં આવી હત્યા

ગુજરાતમાં જાણે હત્યાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે તેમ અરવલ્લીમાંથી અંગત અદાવતમાં એક આધેડની હત્યા કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના રાજપુર ગામે આધેડની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. જીવાભાઈ નામના એક આધેડ પર કાર ચઢાવીને હત્યા કરવામાં આવી હતી. મૃતક જીવાભાઈના ભત્રીજાએ જ કાર ચઢાવીને હત્યા કરી હતી.

મળતી માહિતી પ્રમાણે, ગત વર્ષે ધુળેટી પર કલર બાબતે ઠપકો આપવાની બાબતમાં તેનું માઠું લગાડી અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસે કાર ચાલક પ્રકાશ ડામોર સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. તેમજ મૃતકના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે મેઘરજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે મેઘરજ પોલીસ દ્વારા આગળની તપાસ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો