ખેડા નગરપાલિકાએ 6 મહિનાથી નથી ભર્યું વીજ બિલ, MGVCLએ આપ્યું અલ્ટિમેટમ
ખેડાપાલિકાનું 1 કરોડ 64 લાખનું વીજ બિલ બાકી રહેતા MGVCL ધ્વારા નોટીસ ફટકારવામા આવી છે. MGVCLએ ખેડા નગરપાલ

ખેડાપાલિકાનું 1 કરોડ 64 લાખનું વીજ બિલ બાકી રહેતા MGVCL ધ્વારા નોટીસ ફટકારવામા આવી છે. MGVCLએ ખેડા નગરપાલિકાને અલ્ટિમેટમ આપી નોટીસ ફટકારી છે. 48 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થતા પાલિકાએ કાકલૂદી કરતા સોમવાર સુધીની આખરી મહેતલ અપાઈ છે. MGVCLના ઈજનેર જી જે કાપડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો નાણાંની ભરપાઈ નહીં કરે તો વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કટ થશે. ખેડા નગર પાલિકા પણ ટેક્ષ ના ભરતા લોકોના ઘરના પાણી કનેક્શન કાપી રહી છે. પરંતુ પોતાના વિજબીલની ચુકવણી નથી કરતા.
આ પણ વાંચો : 40 વર્ષ જુની દુર્ઘટનાની રાહ જોતી જર્જરિત આંગણવાડી, વિદ્યાર્થિનીઓના ચિંતિત વાલીની નિરાકરણ માટે માંગ
એવામાં MGVCL કચેરીમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી અને ખેડા પાલિકા MGVCLની સમસ્યા નિવારવા માટે નિષ્ફળ જતા MGVCL પાલિકા પર લાલઘુમ થઈ છે. અને નગર પાલિકાને વીજ બિલના નાણાં ભરપાઈ કરવા આપ્યુ અલ્ટીમેટમ આપ્યું છે. પાલિકા દ્વારા છેલ્લે એપ્રિલ મહિનામાં બિલ ભરવામાં આવ્યું હતું. જેથી વીજ કંપનીએ ખેડા પાલિકાના ગેરવહીવટને ઉઘાડો પાડી દીધો હતો.




