Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Hit and run incident on Kadi-Nandasan road, tragic death of pedestrian

Mehsana news: કડી-નંદાસણ રોડ પર હિટ એન્ડ રનની ઘટના, રાહદારીનું કરુણ મોત

Timeછેલ્લું અપડેટ : 09 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Mehsana news: કડી-નંદાસણ રોડ પર હિટ એન્ડ રનની ઘટના, રાહદારીનું કરુણ મોત
સોર્સ : GSTV

VIDEO: મહેસાણા જિલ્લાના કડી પંથકમાં અકસ્માતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કડીના નંદાસણ રોડ પર આવેલી વૅલકમ હોટલ પાસે રસ્તો ક્રોસ કરી રહેલા એક રાહદારીને પૂરઝડપે આવતી સ્વિફ્ટ કારે અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માત સર્જી કારચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો છે.

App Store

 મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના કડી-નંદાસણ રોડ પર આજે ચકચારી હિટ રનની ઘટના સર્જાઈ હતી. જેમાં નવલસિંહ રાઠોડ નામનો શખ્સ જ્યારે વૅલકમ હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અમદાવાદ પાસિંગની સ્વિફ્ટ કાર (નંબર: GJ-01-DX-8859)ના ચાલકે પોતાના વાહનને ગફલતભરી રીતે હંકારી નવલસિંહને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે નવલસિંહ હવામાં ફંગોળાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઊભો રહેવાને બદલે ગાડી લઈને પલાયન થઈ ગયો હતો.

પુત્રએ નોંધાવી ફરિયાદ

ઘાયલ નવલસિંહને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવારના અંતે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે મૃતકના પુત્ર જસવંતસિંહ રાઠોડે કડી પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી, વાહન નંબરના આધારે આરોપી ચાલકની શોધખોળ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.