VIDEO: વડનગરમાં નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ: ૨૬૫ દિવ્યાંગોને ૪૦ લાખથી વધુના સાધનો અપાયા
સોર્સ : gstv
મહેસાણાના વડનગર ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં લોકસભા સાંસદ હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભવ્ય નિ:શુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં રાજ્યસભા સાંસદ મયંકભાઇ નાયક અને જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એલિમ્કો અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આયોજિત આ કેમ્પમાં ૨૬૫ દિવ્યાંગ લાભાર્થીઓને આશરે ૪૦ લાખથી વધુની કિંમતના મોટરાઈઝ્ડ ટ્રાયસિકલ, વ્હીલ ચેર અને શ્રવણ યંત્રો જેવા સાધનો વિતરિત કરાયા હતા. આ પ્રસંગે નવોદય વિદ્યાલયના બાળકો માટે સાંસદ ગ્રાન્ટમાંથી ૧૪ લાખના ખર્ચે ફાળવાયેલી બોલેરો ગાડીને પણ લીલીઝંડી આપી અર્પણ કરવામાં આવી હતી.

