બેચરાજીમાં એક જ પરિવારના પાંચ લોકોને લાગ્યો કરંટ, 10 વર્ષના બાળકનું મોત

મહેસાણાના બેચરાજીમાં એક જ પરિવારના પાંચ લોકોને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં 10 વર્ષના બાળકનું વીજ કરંટના કારણે મોત નીપજ્યું છે. બાથરૂમનો દરવાજો ખોલવા જતા બાળકને કરંટ લાગ્યો હતો.
બેચરાજીમાં એક જ પરિવારના પાંચ લોકોને લાગ્યો વીજ કરંટ
મહેસાણાના બહુચરાજીના ઇન્દિરા નગર વિસ્તારમાં એક જ પરિવારના પાંચ લોકોને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં કિસ્મત ઠાકોર નામના 10 વર્ષીય બાળકનું વીજ કરંટને કારણે મોત થયું છે જ્યારે અન્ય લોકોનો બચાવ થયો હતો.
બાથરૂમનો દરવાજો ખોલવા જતા બાળકને કરંટ લાગ્યો હતો.બાથરુમનો દરવાજો ખોલતા ઉપર જીવિત વીજ વાયરને દરવાજો સ્પર્શ થતા બાળકને કરંટ લાગ્યો હતો.બાળકને બચાવવા જતા અન્ય લોકોને પણ વીજ કરંટ લાગ્યો હતો. GEBની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
બાથરૂમ ઉપરથી પસાર થતી સર્વિસ લાઇન ડેમેજ હોવાને કારણે વીજ કરંટની ઘટના ઘટી હતી. વીજ કંપનીની બેદરકારીને કારણે એક બાળકનું મોત થયું છે.

