Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Chemical mafia busted in Mehsana link: System in action for red water in borewell

VIDEO: મહેસાણાના કડીમાં કેમિકલ માફિયાઓનો પર્દાફાશ: બોરવેલમાં લાલ પાણી આવતા તંત્ર એક્શનમાં

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામમાં પર્યાવરણ અને સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. રાજપુર ગામના બોરવેલમાં અચાનક લાલ રંગનું પ્રદૂષિત પાણી આવવા લાગતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને વોચના આધારે જાણવા મળ્યું કે સુપરનોવા કંપનીની પાછળ આવેલી અવાવરુ જમીન પર ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું હતું. આ મામલે GPCBના પ્રાદેશિક અધિકારીએ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક કમલેશ ભાભોર અને માલિક જાવીડમિયા કુરેશી સામે ગુનો દાખલ કર્યો છે. નંદાસણ પોલીસે જીજે ૦૨ ઇસી ૩૮૦૭ નંબરનું ટેન્કર કબ્જે કરી કાયદેસરની તપાસ તેજ કરી છે.

App Store