મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણાના યુવકે ડિજિટલ અરેસ્ટમાં કર્યો પોતાનો આબાદ બચાવ, વડોદરામાં પણ સામે આવી હતી ઘટના

ડિજિટલ અરેસ્ટનો મુદ્દો હાલ ગંભીર રીતે ચર્ચામાં છે. દેશભરમાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે

મહેસાણાના યુવકે ડિજિટલ અરેસ્ટમાં કર્યો પોતાનો આબાદ બચાવ, વડોદરામાં પણ સામે આવી હતી ઘટના

ડિજિટલ અરેસ્ટનો મુદ્દો હાલ ગંભીર રીતે ચર્ચામાં છે. દેશભરમાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમ છતાં અનેક લોકો ડિજિટલ અરેસ્ટનો ભોગ બની રહ્યા છે. એવામાં તાજેતરમાં જ મહેસાણાના એક કોન્ટ્રાક્ટરને દિલ્હી પોલીસની ઓળખ આપી ખાખી વર્ધીમાં એક ઓફિસર દ્વારા વોટ્સએપ વીડિયો કોલ કરી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. જો કે, મહેસાણાના કોન્ટ્રાક્ટર યુવાને પોતાની સમય સૂચકતા વાપરીને ડિજિટલ અરેસ્ટ અને પૈસાની લેવડ-દેવડમાં પોતાનો આબાદ બચાવ કર્યો છે.

મોઢેરા રોડ પર રહેતા કોન્ટ્રાક્ટર અલ્પેશ પટેલને શુક્રવારે પહેલા એક સામાન્ય ફોન આવ્યો હતો. જેમાં તેમના નામે નોંધાયેલા નંબર અને સીમકાર્ડનો ઉપયોગ ગુનાખોરી અને હિંસક પ્રવૃત્તિઓ માટે થયો છે અને તેમની સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારબાદ વોટ્સએપ વીડિયો કોલ મારફતે તેમને ડિજિટલ અરેસ્ટ કરી તેમની સાથે સતત 25 મિનિટ સુધીની વાતચીત કરી. અંતે સામેથી ગઠિયાઓ રૂપિયા પડાવે તે પૂર્વે જ યુવકે સમય સૂચકતા દાખવી.પરિણામે ફોન કરનાર અજાણ્યા શખ્સે પોતાનો ફોન કટ કરી દીધો હતો.

વડોદરામાં ડિજિટલ અરેસ્ટની ઘટના, પોલીસે પરત કરાવ્યા રુપિયા

આવી જ એક અન્ય ઘટના વડોદરામાં બની છે જ્યાં કુરિયર સર્વિસના નામે એક અરજદારને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. કુરિયરમાં ગેરકાનૂની વસ્તુઓ છુપાવી છે તેમ કહી અરજદારને ખુબ ધમકાવ્યા. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે લેટર મોકલી તેમને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. અંતે સાયબર ક્રાઇમ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને અરજદારને તેના તમામ 32.50 લાખ રૂપિયા પરત અપાવ્યા હતા

આ સમાચાર શેર કરો